-
શક્તિ અને સામર્થ્ય નો સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી ,૧૮૬૩ના રોજ કોલકાતા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો. તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું હતું . તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતા . તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરીદેવી પવિત્ર સ્ત્રી હતા. તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર ( શિવ ) ની આરાધના કરતા હતા. બાળપણમાં તેઓ તોફાની અને લાગણીશીલ હતા. રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એમની આધ્યાત્મિક જીજ્ઞાસા પરિતૃપ્ત થઈ . શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં વ્યાખ્યાનો દ્વારા ધર્મધુરંધરોને મંત્રમુગ્ધ કરી દેનાર સ્વામી વિવેકાનંદની સાચી શક્તિની ઓળખ તો ત્યારપછી જ ભારતવાસીઓને થઈ. તેમના વ્યાખ્યાનો ૧૦ ભાગમાં પ્રકાશિત થયા છે. પોતાના ગુરુ રામકૃષ્ણની સ્મૃતિમાં " શ્રી રામકૃષ્ણ મિશન" ની સ્થાપના કર્યા બાદ બ્રહ્મચારીઓને ગીતા , વેદાંતનો અભ્યાસ કરાવતા. અહીંથી 'બ્રહ્મવાદિન', 'પ્રબુધ ભારત' અને 'ઉદ્ધોધન' નામના સામયિકો શરુ કરાવ્યા. તેમનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું છતાં ભગિની નિવેદિતા સાથે વિશ્વ પ્રવાસ કર્યો. બેલુરમાં બીજો મઠ સ્થાપ્યો અને રામકૃષ્ણ મઠને ' વિશ્વ મઠ'માં ફેરવ્યો. ૪ જુલાઈ ,૧૯૦૨ નાં એ દિવસે બેલુર મઠ ખાતે આ મહાન આત્મા મહાનાલમાં સમાઈ ગયો. તેમનો નામ સ્મરણ ફૂર્તિદાયક મંત્ર છે. " ઉઠો ,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. " તેમનો જન્મદિવસ આપણા દેશમાં ' રાષ્ટ્રીય યુવા દિવસ ' તરીકે ઉજવાય છે.
Thursday, January 12, 2023
સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ
Subscribe to:
Post Comments (Atom)
સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ
શક્તિ અને સામર્થ્ય નો સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી ,૧૮૬૩ના રોજ કોલકાતા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો....
-
PURAN GONDALIYA વેબ સાઈટની મુલાકાત લો. http://www.pgondaliya.com//
-
PURAN GONDALIYA http://www.pgondaliya.com/p/computer-internet.html ના તમામ વિડિયો જુઓ .
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો અંતિમ દિન કોઈ આર્ષદૃષ્ટા પયંગબર આવનારા દિવસોની એંધાણીની આગાહી કરતા હોય એમ મહાત્મા ગાંધીજીએ ૧૯૪૮ જાન્યુઆર...
No comments:
Post a Comment